YUVA FEDERATION UNJHA
Family Health Chekup Programme
પ્રેસ નોટ
- ઊંઝા જૈન સમાજમાં પોતાની ૧૦ મી વર્ષગાંઠ ઉજવી રહેલા યુવા ફેડરેશન દ્વારા સમાજ માટે એક સરાહનીય પગલું લેતા તારીખ ૧૫ મી ઓગસ્ટ ના રોજ ૫૦ જૈન પરિવારોના ૧૫૦ થી વધુ લોકોના સંપૂર્ણ બોડી ચેક – અપ તથા સોનોગ્રાફી અને તબીબી પરીક્ષણ નો વિશાળ કેમ્પ યોજાઇ ગયો.
- યુવા ફેડરેશનના પ્રમુખ શ્રી વિકીભાઈ ચોકસી એ જણાવ્યુ કે કોરોનાના આ કપરા સમયમાં દરેક નાના–મોટા વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થય અને શરીરનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. “ પહેલું સુખ તે જાતે નર્યા ” એ ઉક્તિને સાર્થક બનાવતા સમગ્ર ગૃપના મેમ્બરોએ સક્રિય ભાગ લઈ ૧૫૦ થી વધુ લોકોના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
- દિવસની શરૂઆત શ્રી આદિનાથ દાદાની ભાવપૂર્ણ સ્નાત્ર ભક્તિ દ્વારા કરવામાં આવી ત્યારબાદ સમગ્ર દિવસે તપાસ કાર્યક્રમ ચાલ્યો હતો. તથા સાંજે ચૌવિહાર કરીને સૌ છૂટા પડ્યા હતા.
- કાર્યક્રમ ના પ્રોજેકટ ચેરમેન ડો. ઇશાન શાહ (ગાયનોકોલોજીસ્ટ) અને મિતુલ મહેતા જણાવ્યુ કે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ માઈક્રોપ્લાનિંગ થી શક્ય બન્યો તથા તેમાં ડો. કલ્ગી શાહ ફિઝીશિયન, ડો. હેલી રાવલ પીડિયાટ્રિશિયન, ડો. અભિષેક પટેલ ડેન્ટિસ્ટ, ડો. સાહિલ પટેલ રેડિયોલોજીસ્ટ, ડો. સ્નેહા પટેલ સ્કીનસ્પેશ્યાલિસ્ટની અને ગાયનોકોલોજીસ્ટ ડો. ઇશાન શાહ સેવાનો સમગ્ર દિવસ લાભ મળ્યો હતો. ઉપરાંત માં ઉમા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલની સમગ્ર ટીમ તથા લેબોરેટરીનો ખૂબ જ લાભ મળ્યો. કેમ્પ માં ભાગ લેનાર તમામ લાભાર્થીઓની સંપૂર્ણ બોડી ચેકઅપ, લોહી પેશાબ ની તપાસ, સોનોગ્રાફી, ડોક્ટર્સ કન્સલ્ટેશન નજીવાથી નજીવા દરે કરવામાં આવ્યું. કેમ્પમાં સંપૂણ્ર લોહી તપાસ, પેશાબની તપાસ, ECG, HBA1C, વિટામિન B12, D3, લિપિડ પ્રોફાઇલ, થાઈરૉઈડ, પેટની સોનોગ્રાફી, હ્રદયની સોનોગ્રાફી, કોવિડ એન્ટીબોડી ટેસ્ટ, પ્રોસ્ટેટ ની તપાસ તમામ દર્દીઓ ની કરવામાં આવી હતી. તેવું ફેડરેશન ના મંત્રી શ્રી હર્ષલભાઈ દૌલત એ જણાવ્યુ હતું.
- અંતે ફાઉન્ડર મેમ્બર મયંક શાહ તથા ગૌરવ ચોક્સી દ્વારા કાર્યક્રમ મો ભાગ લેનારા અને સાથ આપનાર સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.